

હર્મેશ સુખડિયા, અમદાવાદ: સમાજમાં શિક્ષકનું (Teacher) એક આગવું સ્થાન છે અને બાળકના જીવનમાં શિક્ષકએ મહત્વની ભૂમિકા ભજવે ત્યારે આવા જ ગુરુ શિષ્યના પવિત્ર સબંધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને થોડા દિવસો પહેલાં ઝાડા થયા હતા. જેથી તેના માતા પિતા તેને ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેને ગુદાના ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા માતાપિતા સમસમી ગયા હતા અને બાળકની પૂછપરછ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી.


જેથી બાળકની પૂછપરછ કરતા તેણે તેના જ શિક્ષકે કરેલા સૃષ્ટી વિરુદ્ધના (Teacher molested boy) કૃત્યની વાત કહી હતી. સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોંધી હેવાન શિક્ષકની ધરપકડ કરી છે. અમદાવાદ ના સોલા પોલીસસ્ટેશનમાં એક વિદ્યાર્થીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પરિવારનો આક્ષેપ છે કે તેઓએ તેમના પુત્રને ખાનગી ટ્યુશનમાં મોકલતા હતા.


ત્યારે થોડા દિવસો પહેલા વિદ્યાર્થીને ઝાડા થયા હતા. જેથી તેઓ તેને ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેને ગુદાના (Injury on bumps) ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી બાળકની પૂછપરછ કરતા તેણે તેના જ શિક્ષકે કરેલા કૃત્ય ની વાત કહી હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો અને આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.