

ઋત્વીજ સોની. અમદાવાદ - રાજ્ય ની સૌથી સુરક્ષિત ગણાતી એવી સાબરમતી સેન્ટ્રલ જેલ (sabarmati central jail)હવે જાણે કે મોબાઈલ શોપ (Mobile shop) બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય માં જેલ માંથી મોબાઈલ મળી આવવના અનેક બનાવો સામે આવ્યા છે. અત્યાર સુધી જેલ માંથી કેદી (Prisoners of sabarmati jail) પાસે થી કે બિનવારસી મોબાઈલ મળી આવતા હતા. જો કે હવે તો એસ આર પી (SRP) ના જવાન પાસે થી મોબાઈલ સહિત ની પ્રતિબંધિત વસ્તુ ઓ મળી આવી છે. જે જેલ ની સુરક્ષા ને લઈ ને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના છે. અત્યારસુધી કેદીઓને જે રોગ લાગ્યો હતો તે હવે અંદર ફરજ બજાવતા કર્મચારીને લાગતા તેનું કારસ્તા જાણીને જેલરે ફરિયાદ કરવાની નોબત આપી હતી. ફાઇલ તસવીર


ન્ટ્રલ જેલ માં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવત એ પોલીસ ફરિયાદ આપી છે કે એસ આર પી ગ્રુપ 5 સી કંપની ગોધરા ના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22 માં પોતાની ફરજ પર આવવા માટે જેલ માં દાખલ થયેલ આ દરમિયાન તેઓ ની ઝડતી કરતા તેમની પીઠ ના ભાગે સેલોતેપ થી ચોંતાદેલ મોબાઈલ ફોન તેમજ ખિસ્સા માંથી 11 તમાકુ ની પડીકી ઓ મળી આવી હતી. સાબરમતી જેલ (ફાઈલ ફોટો)


તપાસ દરમિયાન અધિકારીઓ ને આશંકા છે કે આ ફોન નવો જ છે. જો કે તેમાંથી કોઈ સિમકર્દ મળી આવ્યું ના હતું. હાલ માં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે એસ આર પી ના જવાન આ મોબાઈલ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. જો કે તેના માટે તેમને કેટલા રૂપિયા મેળવ્યા હતા તે બાબતે પણ પોલીસ એ તપાસ શરૂ કરી છે. (જેલની ફાઇલ તસવીર)