પ્રજાસત્તાકની અનોખી ઉજવણી, ઝુંપડપટ્ટીમાં ગરીબોના બાળકોએ પીઝા ખવડાવ્યા
શિયાળા દરમિયાન એક પખવાડિયું ગરમ ધાબળા, સ્વેટર, ટોપી, મોજાનું વિતરણ કરવામાં આવે છે. દિવાળી તેમ જ નવા વર્ષ સમય પર ગરીબ પરિવારોમાં ઘરમાં દીવા, મીઠાઈઓ અને ફટાકડા આપી તેમની સાથે ઉજવણી કરવામાં આવે છે.


પ્રણવ પટેલ, અમદાવાદ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે સમગ્ર દેશ ધામધૂમ પૂર્વક કરી રહ્યું છે. દેશના નાગરિકોને આજે પોતાના હક્ક અને અધિકાર માટે સંવિધાન તૈયાર થયું હતુ. આજના દિવસ ભારત માટે પોતાની લોકશાહી અને સંવિધાન દિવસ એટલે ગણતંત્ર દિવસ. ત્યારે આઝાદીના અનેક વર્ષ બાદ પણ દેશમાં લાખો લોકોને એક ટંકનું ભોજન મળી રહ્યું નથી. ત્યારે અમદાવાદની સંસ્થા Happy To Help Youના કાર્યની મહેક ફેલાઇ છે. સંસ્થા દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો અને ગરીબ- શ્રમિક પરિવારના બાળકોને હોટલમાં લઇ પિત્ઝા - આઇસ્ક્રીમની જાયફત કરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે.


આ અંગે માહિતી આપતા Happy To Help Youના ફાઉન્ડર પ્રિન્સ ત્રિવેદી, હાર્દિક દવે અને કુલદિપસિંહ કહે છે કે, આ સંસ્થાની સ્થાપના તેઓએ દોઢ વર્ષ પહેલા કરી હતી. ગરીબ બાળકો અને શ્રમિક પરિવારના બાળકો હોટલની બહાર ભીખ માંગતો હોય છે. તેઓને પણ પિત્ઝા ખાવાના ઇચ્છા થતી હોય છે. પરંતુ તેઓને હોટલ અંદર જવા દેવામાં આવતા નથી. ત્યારે અમને વિચાર આવ્યો કે આવા બાળકો માટે હોટલમાં જમવાનુ આયોજન કરવામાં આવે. જેથી આ બાળકો પણ હોટલની મજા માણી શકે, અને ખરા અર્થમાં આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી શક્યા.


વધુમા સંસ્થા ફાઉન્ડર કહ્યું હતુ કે, અમારી સંસ્થા આ એક જ નહી પરંતુ તમામ તહેવાર દિવાળી, ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમીમાં આ પ્રકારે શ્રમિક પરિવાર અને ઝુંપડપટ્ટીમાં જઇ મીઠાઇ સહિત ખાદ્ય સામગ્રી આપીએ છીએ. આ ઉપરાંત happy_to_help_you બ્લડ હેલ્પ ઈમરજન્સી ગ્રુપ દ્વારા બહારગામથી આવતા પરિવારોને તેમજ અકસ્માત, બ્લડ કેન્સર, હૃદયરોગ જેવા મહા ગંભીર રોગો કે જેમાં ખરેખર રક્તની જરૂરિયાત હોય તેવા દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. આજ સુધી 700થી ૮૦૦ કે તેથી વધુ બ્લડ બોટલની મદદ કરી ચૂકેલ છે.


આ સિવાય શિયાળા દરમિયાન એક પખવાડિયું ગરમ ધાબળા, સ્વેટર, ટોપી, મોજાનું વિતરણ કરવામાં આવે છે. દિવાળી તેમ જ નવા વર્ષ સમય પર ગરીબ પરિવારોમાં ઘરમાં દીવા, મીઠાઈઓ અને ફટાકડા આપી તેમની સાથે ઉજવણી કરવામાં આવે છે. ઉતરાણ પ્રસંગે કચરિયું, ચીકી, પતંગ-દોરી આપી ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેના સિવાય વિવિધ તહેવારો અને જન્મદિવસ તેમજ પુણ્યતિથિ જેવા પ્રસંગે ગરીબ પરિવારો તેમજ, અશક્ત અને અનાથ બાળકો સાથે ઉજવણી કરવામાં આવે છે.