

અતુલ જોશી, મોરબીઃ અમદાવાદ રેન્જ આઈજી (Ahmedabad Range IG) કે જી ભાટીનું (K.G. Bhati) આજે અચાનક જ મોત નિપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. જેમાં આજે રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો જેને લઈને ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન થયું હતું. જો કે વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન મોત થયું હતું ત્યારે ફરી રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે.


રેન્જ આઈજી કે જી ભાટીની બે દિવસ પૂર્વે તબિયત બગડતા ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આજે બપોરે તેઓનું થયું નિધન થયું હતું રેન્જ આઈજી કે જી ભાટી1999 બેચના આઈપીએસ હતા.


તેમજ વર્ષ 1963માં જન્મેલા કે જી ભાટી રાજ્યમાં અલગ અલગ મહત્વનીં જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. આઇપીએસ કેસરીસિંહ ભાટીએ તેમના કાર્યકાળમાં અગાઉ વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર - ટ્રાફિક અને ક્રાઇમ તરીકે કાર્યરત ફરજ નિભાવી હતી ત્યારે તેમને પોલીસ સેવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા.


વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનરના ચાર્જ પહેલા તેઓ કોસ્ટલ સિક્યૉરીટી અને ઇન્ટેલિજન્સ ઉપરાંત હુમન રાઈટ્સના આઇજી ફરજ બજાવતા હતા 5 વર્ષ બાદ તેમને બરોડાના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુક્યાં હતા ત્યારે તેમના મોટા ભાઈ સિધ્ધરાજસિંહ ભાટી સુરતના સેક્ટર - 1 તરીકે ફરજ બજાવતા હતા.