વિભુ પટેલ, અમદાવાદઃ મુંબઈ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ (Mumbai Ahmedabad High Speed Rail Project) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ડ્રિમ પ્રોજેકટ છે. મુંબઈથી અમદાવાદ 508 કિલોમીટરનો હાઇસ્પીડ રેલ કોરિડોર બનશે. અને બુલેટ ટ્રેન (Bullet train) માટેના ગુજરાતમાં (Gujarat) 8 સ્ટેશન બનશે. જો કે કોરિડોર તૈયાર કરવા માટે પીલ્લર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં 97 ટકા જમીન સંપાદનની (Land acquisition) કામગીરી પૂર્ણ થઈ છે.
દસકોઈ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી, ઘાટલોડિયાના જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયું છે. મણિનગર વટવા કાલુપુર અસારવા શાહીબાગ સાબરમતી વિસ્તારમાંથી ટ્રેક પસાર થશે. તેમજ કાળી ગામ અને ચેઇનપુર 83 હેકટર જમીન પર બુલેટ ટ્રેન મેન્ટેનન્સ ડેપો બનશે. જેમાં જમીન સંપાદન કામગીરી પૂર્ણ થવાના આરે છે.97 ટકા જમીન સંપાદનનું કામપૂર્ણ થયું છે. અને બાકી રહેલા 3 ટકા જમીન સંપાદનની કામગીરી માર્ચ મહીના પૂર્ણ થઈ જશે.