

વિભુ પટેલ, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) ગુજરાતના બે દિવસના પ્રવાસે (PM Modi Gujarati visit) આવી રહ્યા છે. 30 ઓકટોબરના બપોર બાદ ગુજરાત આવી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ (Delhi to Ahmedabad) આવશે. અને અમદાવાદથી ચાર્ટરમાં કેવડિયા (Ahmedabad to kevadia) જશે. પીએમ મોદીના આમગનના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથે સાથે કોરોના વાયરસના (coronavirus) ભય વચ્ચે કોરોના વધુ ન ફેલાય તે માટેની અગમચેતી દાખવવામાં આવી રહી છે.


કેવડિયામાં 31 ઓકટોબરના વિશ્વ એકતા દિવસની (world unity day) ઉજવણી કરશે. અને ત્યાર બાદ સી પ્લેનનું ઉદઘાટન (Inauguration of Sea Plane) કરીને સી પ્લેનમાં બેસી અમદાવાદ વોટર એરોડ્રામ ખાતે આવી પહોંચશે.અને ત્યાર બાદ સી પ્લેનમાં લોકો માટે ખુલ્લું મુકાશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ વોટર એરોડ્રામ (Ahmedabad Water Aerodrome) ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાય છે. નરેન્દ્ર મોદી અમદાવાદ (PM modi Ahmedabad visit) આવે તે પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.


સુરક્ષા જવાનો દ્વારા જેટી પરની સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ બોબ્મ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વોટર એરોડ્રામની પર ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ વોટર એરોડ્રામની બિલ્ડીંગ તેમજ જેટી સેનિટાઈઝ કરવામાં આવી છે.


કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે પ્રધાનમંત્રી મોદીના સુરક્ષામાં રહેનાર તેમજ બંદોબસ્ત રહેનાર તમામ કર્મચારીઓના કોરોના રિપોર્ટ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.


ત્યારે અમદાવાદ વોટર એરોડ્રામ પર ફરજવા રહેનાર પોલીસ, ગુજરાત ટેસ્ટ એવિએશનની ટીમ, સ્પાઇજેટની ટીમ, ફાયરની ટીમ સહિત તમામના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.