સંજય ટાંક, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM modi Gujarat Visit) બે દિવસ ગુજરાતની મુલાકાતે છે અને આજે શનિવારે સરદાર પટેલ સ્ટેડિયમમાં (sardar patel stadium) ખેલ મહાકુંભ 2022નો (khel mahakumbh) ધમાકેદાર પ્રારંભ થવાનો છે. પ્રધાનમંત્રી મોદી આ ખેલમહાકુંભનું ઉદ્ઘાટન કરવાના છે. તે પહેલા જે વિધાર્થીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાના છે તેના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે.
નાનપણથી જ બાળકોની સ્પોર્ટસ પ્રત્યે રુચિ છે અને આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક લેવલથી શરૂ કરી સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે રમતી ગેમ્સમાં ભાગ લે તે ઉદેશ સાથે ગુજરાતમાં ખેલહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે 2 વર્ષ સુધી બંધ રહેલો ખેલમહાકુંભ 2022નો ગુજરાતમાં પ્રારંભ થઇ રહ્યો છે.
12 માર્ચના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ, ઇન્કમટેક્ષ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભ ૨૦૨૨નું ઉદઘાટન કરવાના છે. જેમા ઓલ્મપસ સ્પોર્ટસ એકેડમીમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોગાસન, રોપ મલખમ, પારકોર, એરિયલ સિલ્ક અને કરાટે જેવી રમતોનું પ્રદર્શન કરશે. આ ખેલ મહાકુંભનો પ્રારંભ થાય તે પહેલાં જ વિધાર્થીઓ અને યુવાઓનો ઉત્સાહ બેવડાયો છે. ઓલ્મપસ સ્પોર્ટસ એકેડમીના વિદ્યાર્થીઓ પૂરજોશથી તૈયારીઓ દ્રશ્યો સામે આવ્યા છે.
એકેડેમીના ડાયરેકટર હરજેન્દ્રસિંગ ગીલ જણાવે છે કે પ્રધાનમંત્રી ખેલમહાકુંભનો પ્રારંભ કરાવે ત્યારે ઓપનિંગ સેરેમનીમાં અમારી એકેડમીના વિધાર્થીઓ પર્ફોર્મ કરશે. જેમાં કરાટેમાં 25, યોગમાં 18 અને મલખમમાં 30 વિધાર્થી ઓ પર્ફોર્મ કરશે. કરાટેના વિધાર્થી 6 વર્ષથી પ્રેક્ટિસ કરે છે યોગા 8 વર્ષ પ્રેક્ટિસ કરે છે. આ ઓપનિંગ સેરેમનીમાં 7 વર્ષની વિધાર્થીની પણ યોગા ડેમોસ્ટ્રેશન કરશે. યોગા ડેમોસ્ટ્રેશન કરનારા વિધાર્થીઓ આર્ટિસ્ટિક યોગાસન અને પિરામિડમાં ભાગ લેશે. ગુજરાતમાં અમારી એકેડમી પહેલી છે જેમાં આટલી મોટી સંખ્યામાં વિધાર્થીઓ પર્ફોર્મનસ કરશે.