

નવીન ઝા, અમદાવાદ : Paytmમાં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. દેશભરમાં 25 લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પકડમાં આવેલો આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાત માં 236 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.. જેમાં 150થી વધુ તો માત્ર સુરતના લોકો છે.. ગુજરાતમાંથી આ ગેંગ 1 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી ચુકી હોવાનું સામે આવ્યું છે.. સાયબર ક્રાઈમે બંને આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.


સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ ની વધુ તપાસ શરૂ કરી છે અને ગુજરાત સહિત દેશ ના બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરી છે તેની તપાસ ચાલી રહી છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ ની તપાસ માટે અલગ-અલગ બેન્કો ને પત્ર લખ્યુ છે અને સાથો સાથ સીમ કાર્ડ જે વાપરતા હતા તે કંપની પાસે થી પણ માહિતી માંગી છે.


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપિંડી કરી ચૂક્યા છે, સાથે 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચૂક્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ, 58 લાખ રોકડ રૂપિયા , છેતરપિંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ પેટે 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.