

સંજય ટાંક, સનાથળ ચોકડી અમદાવાદથી : કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કરફ્યુગ્રસ્ત શહેરોને બાદ કરતાં બાય પાસ પરથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની અવરજવર ચાલુ રાખવામાં આવશે. કરફ્યુગ્રસ્ત શહેર સિવાયના વિસ્તારના લોકો આસાનીથી હેરફેર કરી શકશે. આ સાથે જ કરફ્યુ હેઠળ મૂકવામાં આવેલા સુરત, વડોદરા અને રાજકોટનાં પણ ધંધારોજગાર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસ દરમિયાન પૂર્વવત તેમના ધંધારોજગાર ચાલુ જ રહેશે. પરંતુ જે લોકો બહાર ગામથી અમદાવાદમાં આવી રહ્યાં છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં આવનજાવન માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અન્ય શહેર અને ગામડામાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને કારણે મુસાફરો અટવાયા છે. અમદાવાદની સનાથળ ચોકડી પર પણ આવી જ સ્થિતિ થઈ છે જ્યાં બહારથી આવતા મુસાફરો રજળી પડ્યા છે.


દ્વારકાથી અમદાવાદ આવેલા વસ્ત્રાલના પરિવારને પણ આ મુસીબત સર્જાઈ હતી. તેમને એસ.ટી. બસે સનાથલ ચોકડીએ ઉતારી મૂક્યા હતા. એક મહિલાએ જણાવ્યું કે અમારે ગીતા મંદિર જવું હતું અમને સનાથલ ચોકડી ઉતારી દીધા છે. અમે પ્રાઇવેટ વાહનની રાહ જોઈ રહ્યા છીએ. રીક્ષાની પણ નો-એન્ટ્રી છે, અમે વાહનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.


સનાથલ ચોકડી પર રીક્ષા ચાલક હતા પરંતુ તેમણે જણાવ્યું કે સરકારે કર્ફ્યૂ કર્યો છે તેથી પોલીસ રીક્ષા જવા નથી દેતી. અમારી રોજી તો રીક્ષા જ છે. લોકોની ભલાઈ માટે ભલે છે પરંતુ અમારો રોજગાર આના કારણે બગડે છે.બીજું કે જે મુસાફરોને જવું છે, અમારે લઇ પણ જવા છે પરંતુ તેમના માટે પરવાનગી નથી એવું કહેવામાં આવી રહ્યું છે.


પ્રમોદભાઈ મહારાષ્ટ્રના ધુળિયાથી ટ્રાવેલ્સમાં ગઈકાલે રાત્ર નીકળ્યા હતા. કર્ફ્યૂના કારણે તેમને સનાથળ ચોકડી ઉતારી દેવામાં આવ્યા. તેમણે કહ્યું “હું સુરત સુધી આવ્યો ત્યાંથી મારે જવાનું હતું રાજકોટ પરંતુ અમદાવાદ સુધી બસ મળી પરંતુ વાહન બંધ છે એટલે અમને સવારે 6.00 વાગ્યે બાયપાસ પર ઉતારી મૂક્યો છે. હું અમદાવાદ બાયપાસથી 400 રૂપિયા જેટલી ટિકિટ આપી ચાર રસ્તે આવ્યો”


અમે દ્વારકા દર્શને ગયા હતા. રાત્રે નીકળ્યા ત્યારે બસ શહેરમાં આવે કે નહીં તેના વિશે અસમંજસ હતી. જોકે, એસ.ટીએ ચોકડી પર ઉતારી મૂક્યા છે. હવે સગા વ્હાલાને ફોન ક્યો છે પરંતુ તેમને પોલીસ અહીંયા સુધી આવવા દેશે તો ઘરે પહોંચીશું. અમે ક્યાંયના ન રહ્યા


8:16 am (IST) સોમવારે સવારે છ વાગ્યે અમદાવાદનો 57 કલાકનો કરફ્યુ પૂરો થાય તે પછી સોમવારથી રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ ચાલુ જ રાખવામાં આવશે. અમદાવાદની માફક જ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ ચાલુ જ રહેશે.