વિભુ પટેલ, અમદાવાદ: મતદાર દી સુધારણા કાર્યક્રમ (voter list correction program) 2021 અંતર્ગત મતદાર દીમાં નામ ઉમેરવું, નામ કમી કરવું અથવા તો નામ સુધારવા જેવી કામગીરી હાલ ચાલી રહી છે. અમદાવાદ જિલ્લા (Ahmedabad District)માં પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર (Collector) તરફથી બેઠક કરવામાં આવી હતી. કોરોનાની મહામારી (Corona Pandemic) વચ્ચે મતદારયાદી સુધારણા કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેમજ લોકો પણ કોરોનાની ગાઈડલાઈન (Corona Guideline)નું પાલન કરાવવા માટે સૂચના આપી છે. બીજી તરફ કોરોનાના કપરા સમયમાં મતદાર સુધારણા માટે ઓનલાઇન અરજીમાં વધારો નોંધાયો છે.
આ મામલે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, મતદારયાદીમાં સુધારો કરવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. તેમના કહેવા પ્રમાણે કોરોના પહેલા ફક્ત 10 ટકા લોકો જ મતદારયાદી સુધારણાને લગતા વિવિધ કામ માટે ઓનલાઈન કરતા હતા, પરંતુ કોરોના પછી લોકો ઓનલાઈન અરજી કરતા થયા છે. હાલ 40% લોકોએ પોતાના નામમાં સુધારો કરવો અથવા નવું નામ એડ કરવા માટે ઓનલાઈન અરજી કરી છે. આ સાથે જ કોરોના મહામારી દરમિયાન વધુમાં વધુ લોકો ઓનલાઈન અરજી કરે તેવી અપીલ પણ કલેક્ટર તરફથી કરવામાં આવી છે.
ઉલ્લખનીય છે કે મતદારયાદી સુધારણા માટે 6ઠ્ઠી ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે. આ દિવસોમાં સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી આપના મતદાન મથક પરથી નમૂના ફોમ મેળવી શકાશે. આ ફોર્મ ભરીને તે જ સ્થળે પરત કરવાનું રહેશે. મતદારયાદીની વિગત જાણવા માટે 8511199899 પર SMS મોકલી માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત https://ceo.gujarat.gov.in/default પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે
મતદારયાદીમાં આપના નામની ચકાસણી SMSથી કેવી રીતે કરશો?: તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. મત આપવા માટે મતદારયાદીમાં આપનું નામ નોંધાયેલું હોવું ફરજિયાત છે. મતદારયાદીમાં આપનું નામ છે કે કેમ તે ઉપરની વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર 1950 પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર 1950 પર ECI < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> SMS કરી જાણી શકો છો.