અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad news) સરખેજ વિસ્તારની હદમાં આવેલી ફતેહવાડી વિસ્તારમાં ભેંસ (Buffalo theft) ચરાવવા ગયેલ વ્યક્તિ પાસે ભેંસ લૂંટ કરવામાં આવી અને ખિસ્સામાં રહેલા 1500 રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાનો વિચિત્ર (OMG theft case) બનાવ સરખેજ પોલીસમાં નોંધાયો (sarkhej police station) છે. લૂંટારુઓ પાસેથી ભેંસ ખરીદનાર બે શખ્સોની પોલીસએ ધરપકડ કરી છે. જોકે હજુ 13 ભેંસની લૂંટ કરી ગયેલા ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેમને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
સરખેજ પોલીસમાં નોંધાયેલ ઘટનાની હકીકત એવી છે કે સરખેજના ફતેહવાડી વિસ્તારમાં રહેતા રણછોડભાઈ ભરવાડ 14 જાન્યુઆરીના રોજ પોતાની 13 ભેંસો ચરાવવા માટે સાબરમતી નદીના પટમાં ફતેહવાડી પાસે ગયા હતા. ત્યાં આવી ચઢેલા ત્રણ શખ્સો મહમદ અઝહર ઉર્ફે કાણિયો મણીયાર, નઇમ મણીયાર, નદીમ મણીયારએ રણછોડભાઈને કેમ અહીં ભેંસો ચરાવવા કેમ આવ્યો છે.
તેમ કહી તેમને છરી બતાવી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને ભેંસોની લૂંટ કરી ભાગી ગયા હતા. આ અંગે સરખેજ પોલીસમાં રણછોડભાઈએ ફરિયાદ કરતા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. બી. મહેતાએ જણાવ્યું કે ફરિયાદના આધારે તપાસ કરતા સાબરમતી નદીના પટમાં આરોપીઓની એક ઓરડી વાળી જગ્યાએથી 4 ભેંસો મળી આવેલી છે.
જ્યારે બાકીની ભેંસો અબ્દલું લાઝીમ શેખ અને અબ્દુલ ઝુંબેર શેખ નામના શખસોને વેચી હતી. તેમની પાસેથી ત્રણ ભેંસ એમ કુલ 7 ભેંસ મળી આવી છે. લૂંટારું પાસેથી ભેંસો ખરીદનાર શખ્સોને ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ફરિયાદમાં જે ત્રણ નામ આરોપીઓના આપવામાં આવ્યા છે તેઓ અગાઉ ભેંસ ચોરીના ગુનામાં પકડાયેલા છે. તેમાનો નદીમ નામનો આરોપી અગાઉ મર્ડરના ગુનામાં પણ સંકળાયેલો અને અત્યારે પે રોલ પર બહાર હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
જ્યારે ભેંસ ખરીદનાર જે બે આરોપીઓ પકડાયેલા છે તેમાનો અબ્દુલ ઝૂબેર નામનો આરોપી વાહન ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાની વિગતો તપાસમાં ધ્યાને આવી છે. ત્યારે આ આરોપીઓ એકજ ગામના છે અને ભેંસોની લેવડદેવડ સાથે સંકળાયેલા છે. પકડાયેલ આરોપીઓની વધુ પૂછપરછ કરી કેટલમાં ભેંસો ખરીદી હતી તે તમામ વિગતો તપાસમાં બહાર આવશે.