અમદાવાદઃ અત્યારે ગુજરાતમાં નવરાત્રીનો (Navratri 2021) પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ગત વર્ષે ગરબાથી (Navratri Garba) દૂર રહેલા ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં માટે ચિંતાજનક સમાચાર આવી ગયા છે. એક તરફ કોરોના વાયરસની બીક છે તો બીજી તરફ વરસાદ પડવાની આગાહી (Gujarat weather forecast) શેવાઈ રહી છે. હવામાન વિભાગે (IMD weather forecast) આગામી ચાર દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર (saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના (Deep depression in the Arabian Sea) કારણે ફરી વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના (Thunder Storm Activity) કારણે ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે ગુજરાતમાં મોટા ભાગે આખા દિવસ દરમિયાન ઉકળાટ જોવા મળ્યો હતો. અને અમદાવાદમાં સાંજના સમયે આકાશમાં કડાકા ભડાકા થયા હતા ત્યારે કેટલીક જગ્યાએ નાના ઝાપટાં પણ પડ્યા હતા. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ એ તો સુરતના વરાછામાં કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, પુણા ગામમાં વીજળી પડતા પાણીના ટાંકાનો કોર્નર તોડી નાખ્યો હતો.
નવરાત્રીનું બીજું નોરતું પુરું થયું છે અને શનિવારે ત્રીજું નોરતું છે. પરંતુ કોરોના મહામારીના કારણે ગત વર્ષે ગુજરાત સરકારે ગરબા કરવાની મંજૂરી આપી ન્હોતી ત્યારે આવખતે ખેલૈયાઓ ગરબા રમવાના પૂરા મૂડમાં છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેલૈયાઓમાં પણ ચિંતા ફેલાઈ છે. પરંતુ અત્યારે એવો માહોલ છવાયેલો છે કે વરસાદ આવે તો પણ ખેલૈયાઓ ગરબા રમવાનો મૂડ બનાવીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી થતી હતી. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે ફરી વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં સુરતના સૌથી પ્રભાવિત વિસ્તાર વરાછા એ અને વરાછા બી ઝોન હતો.