

દેશની રાજધાની ખેડૂતોનાપ્રદર્શનથી ઘેરાયેલી છે . આંદોલનકારી ખેડૂતો હજુ પણ મક્કમ છે, તેઓ સુધારણા માંગતા નથી, તેઓ ઇચ્છે છે કે કૃષિ કાયદો રદ કરવામાં આવે. જોકે આ મેળાવડામાં દેશભરના વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આંદોલનનાં બીજ પંજાબથી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રશ્ન એ છે કે આખો દેશ શું વિચારે છે? શું તેઓ કૃષિ સુધારણા જુએ છે? આ પ્રશ્ન સાથે અમે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કર્યો. 2,412 જવાબોમાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે આ કાયદો ખેડૂતોના હિતની વિરુદ્ધ નથી, ખેડૂતોએ તેમનો વિરોધ પાછે ખેંચી લેવો જોઈએ. #News18FarmReformSurvey દ્વારા અમે આપને ખેડૂતોના મનની વાત આપી રહ્યા છીએ


આ સર્વેમાં સૌથી મોટી વિગતો બહાર નીકળીને એ આવી કે દેશના 73.05 ટકા ઉત્તરદાતાઓએ કૃષિમાં આધુનિકરણને ટેકો જાહેર કર્યો છે.


53.06 ટકા ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરેલા નવા સુધારણાને પોતાનો ટેકો આપ્યો છે. તેમને લાગે છે કે આ કાયદો દેશની કૃષિને આધુનિક બનાવશે.


આ કાયદાનો સૌથી મોટો ઉહાપોહ જે બાબતે થઈ રહ્યો છે તેમાં એપીએમસીના અસ્તિત્વ અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, જોકે, ખેડૂતો એ બાબતે બિલકુલ સ્પષ્ટ છે.


ખેડૂતોને તેમની ઉપજ મંડીની બહાર વેચવાની પરવાનગી હોવી જોઈએ કે નહીં આ સવાલના જવાબમાં 69.65 % મંડીઓની બહાર વિકલ્પ હોવો જોઈએ.


શું તમને લાગે છે નવા કાયદાના કારણે ખેડૂતોને તેમની પેદાશના ભાવ વધારે મળશે 60.9% ખેડૂતોએ કહ્યું કે હા મળશે તેઓ આશાવાદી છે.


એએમએસપી બંધ થઈ જશે અને ખેડૂતોને પોષમક્ષમ ભવો નહીં મળે તેવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું સરકાર કહી રહી છે. તેવામાં 61.32% ઉત્તરદાતાઓ માને છે કે એમએસપી શરૂ રહેશે.


ખેડૂતો ઉત્તર ભારતના પરાળીના વિવાદ મામલે પણ પર્યાવરણલક્ષી અભિગમ રાખે છે. આ સર્વેના 66.71% ખેડૂતોએ જણાવ્યું કે સરકારના અધ્યાદેશને પાછો ખેચાવો યોગ્ય માંગ નથી.


ખેડૂતો પૈકીના 55.72% ઉત્તરદાતાઓ માને છે કે વિપક્ષીઓ જ્યારે સત્તામાં હતા ત્યારે આ કાયદાના સમર્થનમાં હતા.


48.71 ટકા ખેડૂતો માને છે કે કૃષિ કાયદાઓનો વિરોધ રાજકીય પ્રેરિત છે. જ્યારે 18.7 ટકા ખેડૂતોને આ અંગે કઈ ખબર નથી.