

સંજય જોશી, અમદાવાદઃ દિવાળી (Diwali) બાદ હિંદુ શાસ્ત્ર પ્રમાણે નવા વર્ષની (New year) શરૂઆત થાય છે. નવા કેલેન્ડર વર્ષમાં વેપાર ઉદ્યોગ જગત માટે જ્યોતિષાચાર્યના (Astrologer) મતે નવા વર્ષના મહુર્ત માટે લાભ પાંચમને ગુરુવાર શુભ દિવસ છે. આ દિવસે પોતાના વ્યવસાયના મુહૂર્ત માટે સવારનો સમય 6:55થી 8:30 સુધી શુભ સમય છે અને ત્યાર બાદ 11:45થી 3:30 સુધી સારૂ મુહર્ત છે.


જ્યોતિષાચાર્ય ધર્મેન્દ્રસિંહ ઝાલાના મતે ગત વર્ષ 2020 માં ખેડૂતોએ અને વેપાર જગત સાથે સંકળાયેલા વેપારીઓએ ઘણું ગુમાવવું પડ્યું છે. કોરોના મહામારીમાં ઘણું નુકસાન સહન કર્યું છે. પરંતુ આ વર્ષની કુંડળી પર નજર કરીએ તો શનિ મકર રાશિમાં બળવાન થાય છે. માટે જમીન અને ખેતીવાડી પર તેની અસર થશે.


છેલ્લા દોઢ વર્ષથી શનિ અને રાહુ ધન રાશિમાં ખરાબ ચાલતા હતા. જેથી મહામારી અને બીમારી આવી પરંતુ આવનારા નવા વર્ષમાં શનિ મકર રાશિમાં બળવાન થવાથી વ્યાપાર, જમીન બાંધકામ અને શેર બાજારમાં સુધારો આવશે.


ખેતીવાડીમાં પણ ગયું વર્ષ ખરાબ ગયું પરંતુ નવા વર્ષમાં પાક સારો થાય અને ખેડૂતો સારા પૈસા ઘરે લઇ જાય એવું પણ ભવિષ્યવક્તા એ ભવિષ્ય ભાખ્યું છે. જોવાનું એ રહેશે હવે આગામી વર્ષ ખેડૂતો, વ્યાપાર ઉદ્યોગ જગત માટે ખરા અર્થમાં કેટલું સાર્થક નીવડે છે અને દેશની ઈકોનોમી કેટલી પ્રગતિ કરે છે.