Change Language
1/ 6


અમદાવાદ : : દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. તેમને આવકારવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે ઘણી જ મહેનત કરી છે. આ સાથે ગુજરાતીઓ અને આખા દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી રોડ શો કરશે જે બાદ તેઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. તો મોટેરા સ્ટેડિયમ પણ લોકોને આવકારવા માટે ખીચોખીચ ભરાઇ ગયું છે.
3/ 6


મોટેરામાં પ્રવેશતા પહેલા લોકોએ ન્યૂઝ18 ગુજરાતીનાં સંવાદદાતા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'ટ્રમ્પનું આગમન કરવા માટે અમે મોદી તરફથી આવ્યાં છે. આપણે આંગણે પ્રસંગ છે એટલે અમે ઘણાં જ ઉત્સાહિત છીએ.'