Ahmedabad News : હર્મેશ સુખડિયા અમદાવાદ : 'તું મને ગમતી નથી, તું ઠીંગણી છે અને છોકરા જેવી લાગે છે.' આવી વિચિત્ર બાબતો કહીને પરિણીતાની અવગણના કરીને તેને ત્રાસ આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. સાબરમતી વિસ્તારમાં (Ahmedabad Sabarmati) રહેતી પરિણીતા એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur Police Staion) પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે એક મેરેજ બ્યુરો મારફતે વડોદરાના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં વર્ષ 2021માં બંને લગ્ન કર્યા હતા.
પરિણીતાનો આરોપ છે કે જ્યારે લગ્ન કરી ને તેને સાસરીમાં લઈ ગયા ત્યારે તેને જમવાનું આપવામાં આવ્યું ન હતું અને પેલા મમ્મીએ તેણે રૂપિયા 25000 આપ્યા હતા તે પણ તેના સાસુ અને પતિએ લઈ લીધા હતા. ત્યારબાદ તેના સાસરિયાએ તેને કહ્યું હતું કે મારે 'એક વર્ષમાં દીકરો જોઈએ છે, અને જો તું દીકરાને જન્મ નહીં આપે તો હું તને પિયરમાં પાછી મોકલી દઈશ.' તો બીજી તરફ પરિણીતાનો પતિ તેની સાથે પતિ પત્ની તરીકેના કોઈ સંબંધ રાખતો ન હતો.<br />પ્રતિકાત્મક તસવીર
<br />જોકે પરિણીતા આ બાબતે તેના પતિ સાથે વાત કરે તો તેને કહેતો હતો કે તું મને ગમતી નથી, તું ઠીંગણી છે અને છોકરા જેવી લાગે છે. એટલું જ નહીં તેનો પતિ મેકઅપ કરીને સ્ત્રી જેવું વર્તન કરતો હતો. લગ્નના થોડા દિવસ બાદ તેના પતિએ તેને જણાવ્યું હતું કે હું બાળક ને જન્મ આપવા માટે સક્ષમ નથી આપણે આઇ વી એફ થી બાળક લાવવાનુ છે.<br />પ્રતિકાત્મક તસવીર
જો કે પરિણીતા એ તેનો વિરોધ કરતા તેના પતિ એ તેનું ગળું દબાવ્યું હતું. આ બાબતની જાણ પરિણીતાએ તેના સાસુ ને કરતા જ એના સાસુએ તેને અન્ય કોઈ વ્યક્તિને જાણ નહીં કરવા માટેની ધમકી આપી હતી અને પતિ, સાસુ, જેઠ અને નણંદ એ ભેગા થઈ ને તેની સાથે મારઝૂડ કરીને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. તેમજ તેના પિયર માંથી સોના ની ચેન, કાર, એસી તથા રૂપિયા એક લાખ લઈ આવવા માટે દબાણ કરતા હતાં. પ્રતીકાત્મક તસવીર