

દીપિકા ખુમાણ અમદાવાદ : મહેશ કનોડિયા (Mahesh Kanodia) એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સરતાજ .જેઓ મહેશકુમાર એન્ડ પાર્ટી દ્વારા પણ જાણીતા છે. પરંતુ હવે આ કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા. આજે સવારે મહેશ કનોડિયાનું તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. જેને કારણે કનોડિયા પરિવાર આઘાતમાં છે 4 દિવસ પહેલા ગુજરાતી દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદ ની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કોરોનાને કારણે નરેશભાઈ મોટા ભાઈની અંતિમ વિધિ જોઈ નહીં સકે


મહેશ કનોડિયા કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક હતા. તેઓ જેમ સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત હતા એમ તેઓ જુદા જુદા ગાયકોના જેવા કે લતાજી, રફીસાહેબ, વગેરેના 32 અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર હતા. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાંબા સમય સુધી રહેલા હતા.


મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મો ની સાથે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે "અપૂર્વ કન્નસુમ" નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. તેમના ઘણાં ગીતો લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દીગ્ગજોએ ગાયેલાં છે.


મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપેલી ફિલ્મોની યાદી આપી છે વેલીને આવ્યા ફૂલ (1970)જીગર અને અમી (1970)તાનારીરી (1975)તમે રે ચંપો ને અમે કે ળવણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારા સંભારણા


ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી મહેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયા હતા. (1) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે) (2) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે) (3) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે) (4) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે) (5) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82) (6) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)