

હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના ઇસનપુર (Isanpur Police station Ahmedabad) પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના પ્રેમી (complain Against Lover) સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીને આ યુવક સાથે ન બનતા તેને સંબન્ધ આગળ વધવારવાની ના પાડી અને ગિફ્ટ તેના ઘરે (Gift) આપવા ગઈ હતી. જેથી યુવક આવેશમાં આવી ગયો અને તેના ઘર સુધી કેમ પહોંચી તેમ કહીને (Boy slapped girl) લાફા ઝીકી દીધા હતા. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે જ્યારે પ્રેમ સંબંધનો અંત આવે છે ત્યારે વ્યક્તિ આવેશમાં આવીને કઈ પણ કરી નાંખે છે. અમદાવાદના આ પ્રેમ પ્રકરણમાં પણ કઈક આવું જ બન્યું છે.


અમરાઈવાડી માં રહેતી 28 વર્ષીય યુવતીને ઇન્સકમટેક્સ પાસે નોકરી કરતા અને ઇસનપુરમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા ઘણા સમયથી આ યુવતીને તેના પ્રેમી સાથે સારું બનતું ન હોવાથી તે સબન્ધ પૂરો કરવા માંગતી હતી. અને તેથી ગઈકાલે તે યુવકના ઘરે ગઈ હતી.


ત્યાં હાજર યુવકની માતા ને યુવકે આપેલી ગિફ્ટ પરત આપી અને તે નીકળી ગઈ હતી. યુવતી પોતાના ઘરે જતી હતી ત્યાં તેનો પ્રેમી પાછળથી આવ્યો અને મારા ઘર સુધી પહોંચવાની કોશિશ કેમ કરી આટલું બોલી બે ત્રણ લાફા મારી દીધા હતા.


ગભરાઈ ગયેલી યુવતીએ પોલીસને ફોન કરી સારવાર મેળવી હતી. બાદમાં યુવક નિશિત સામે ફરિયાદ આપતા ઇસનપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની નોંધ લેવાવી એટલા માટે આવશ્યક છે કારણ કે સમાજમાં અનેક ઠેકાણે પ્રેમીઓની આવી તકરાર થતી હોય છે ત્યારે પ્રેમ સંબંધનો અંત આવો પણ આવી શકે છે તેની ચેતવણી આ કિસ્સા પરથી મળી શકે છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)