

હર્મેશ સુખડિયા, અમદાવાદ: લગ્ન વાંચ્છુક યુવકોની આંખ ઉઘાડતો કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતા યુવકને મહારાષ્ટ્રની યુવતી (Maharasthra Girl) સાથે લગ્ન કરવું ભારે પડ્યું છે. લગ્નના બીજા દિવસે જ યુવતી ઘરેણાં અને પૈસા લઈ ફરાર થઈ જતા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur police station) છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી છે.


શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા રાકેશ શર્માના લગ્નજીવનમાં (Marriage life) મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. થોડા સમય પહેલા એક પરિચિત દ્વારા યુવકનું ઘર વસે તે માટે લગ્ન કરાવી આપવાનુ જણાવી ઔરંગાબાદના ગંગાપુરમાં રહેતી પૂજા કોલસે અને તેના પિતા જયવંત કોલસે સાથે સંપર્ક કરાવ્યો હતો.


અને યુવકે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પણ લગ્નના નામે યુવક સાથે છેતરપીંડી થઈ હોવાની ઘટના બની હતી. લગ્નના બીજા દિવસે દુલ્હન દાગીના લઈને ફરાર થઈ જતા લુટેરી દુલહને લગ્નના ખર્ચના નામે યુવતીના પીતાએ 70 હજાર પણ પડાવ્યા હતા. મહારાષ્ટ્રના પિતા પુત્રી સામે પોલીસે ફરિયાદ નોંધી છે.


છ મહિના પહેલા યુવકે મહારાષ્ટ્રના શિરડીમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે યુવતીના પરિવારજનોએ આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવી લગ્નખર્ચ માટે 70 હજાર રૂપિયા લીધા હતા. લગ્ન કરીને અમદાવાદ આવ્યા અને બીજા દિવસે યુવકને કામ અર્થે બહાર ગયો અને યુવતી ખરીદીના બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.