વિભુ પટેલ, અમદાવાદ: શહેરના (Ahmedabad) ભગવાન જગન્નાથના ધામમાં (Jagannath Temple) ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપારને આજે પણ નિજ મંદિરમાં જાળવી રાખવામાં આવી છે. રથયાત્રા (Rathyatra) ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ પર્વ છે. અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિરનો 300 વર્ષ જુનો ઈતિહાસ રહ્યો છે. અંગ્રેજોના વખતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળતી હતી.
ગરીબ લોકોને મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભોજન કરાવતા. ભોજનમાં માલપુવા અને દુધપાક આપવામાં આવતો હતો.ત્યારથી લઈ આજ સુધી આ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે.જેને કાળી રોટી ધોળી દાળ કહેવામાં આવે છે.ભગવાન જગન્નાથના મંદિરે આવતા તમામ ભક્તોને માલપુવા, ગુંદી,અને ગાઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.તેમજ જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દુધપાક આપવામાં આવે છે
અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ.વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે.મોટી સંખ્યમાં ભક્તો મંદિરએ આવે છે.અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી ભક્તોને દર્શન આપવા નિકળશે.ત્યારે ભક્તો પણ નીજ મંદિરમાં ભગવાનના દર્શન કરી.અને ભગવાનને પ્રિય માલપુવાનો પ્રસાદ લઈ ધન્યાતા અનુભવે છે.