ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા (Motera Cricket stadium Ahmedabad) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઇટ ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ 14 ફેબ્રુઆરીને રવિવારથી શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન(GCA)ના ઓફિશિયલ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ (IND VS ENG) વચ્ચે ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. (દીપિકા ખુમાણ, અમદાવાદ)
અમદાવાદ સાબરમતી ખાતે આવેલ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ અનેક મેચનુ સાક્ષી રહ્યુ છે. જોકે હવે આ જ સ્ટેડીયમને એક અલગ રૂપ આપવામાં આવ્યુ છે. એટલુ જ નહી પણ મોટેરા સ્ટેડીયમ દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડીયમ માનવામાં આવી રહ્યુ છે. આ ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્ન બાદ સૌથી મોટુ કોઈ સ્ટડેટીયમ હોય તો તે મોટેરા ખાતે બની રહેલ સ્ટેડીયમ છે. કેમ કે મેલબોર્ન ખાતે 92 હજારની કેપેસીટી ધરાવતુ ક્રિકેટ સ્ટેડીયમ છે જયારે મોટેરા ખાતે બની રહેલ સ્ટેડીયમ 1.10 લાખ દર્શકોની કેપેસીટી ધરાવે છે.
800 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્ટેડીયમને મેલબોર્ન ખાતે બનાવેલ સ્ટેડીયમના આર્કીટેકચર પાસે જ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ ડિઝાઈન કરાયુ છે.મોટોરા સ્ટેડીયમ છે સુવિધા સભરદર્શકો સાથે વીઆઈપી મહેમાનો માટે પણ ખાસ સુવિધા મોટેરા ખાતે બનાવવામા આવેલ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં મુખ્ય ક્રિકેટ પીચ સાથે અન્ય બે પીચ તેમજ મુખ્ય ત્રણ ગેટ રખાયા છે. જે સ્ટેડીયમમાં સામાન્ય દર્શકો સાથે વીઆઈપી મહેમાન માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.
મોટેરામાં ક્રિકેટ સાથે અન્ય ગેમ્સની પણ મજા માણી શકાશેસ્ટેડીયમ સાથે બનાવાયુ કલબ હાઉસ અધિકારી દ્રારા માત્ર ક્રિકેટ પર જ નહી પણ અન્ય ગેમ્સ પર પણ ઘ્યાન આપવામાં આવ્યુ છે. રમત ગમતને ધ્યાને રાખીને સ્ટેડીયમ સાથે કલબ હાઉસ તૈયાર કરાયુ છે. પાંચ માળના કલબ હાઉસમાં સુવિઘા સાથેના 55 રૂમ તૈયાર કરાયા છે. જે કલબ હાઉસમાં બેડમીંટન, કબ્બડી, બોકસીંગ, ટેબલ ટેનીસ, કરાટે, બાસ્કેટ બોલ અને સ્વીમીંગ પુલ જેવી રમતગમત અને એક્ટીવીટી ઉભી કરાઈ છે. તો જીમનેશીયમ, રેસ્ટોરંટ પણ રાખવામાં આવી છે. જેથી લોકોને હાલાકી ન પડે અને સારી સુવિધા પણ મળી રહે. એટલુ જ નહી પણ સ્ટેડીયમ અને કલબ હાઉસ સાથે ટ્રેનીંગ સેન્ટર પણ મોટેરા સ્ટેડીયમ ખાતે તૈયાર કરાયુ છે.
અન્ય સ્ટેડીયમ કરતા આ સ્ટેડીયમનુ અલગ આકર્ષણ ઉભુ થાય માટે પોલના બદલે રૂફ પર અધતન ટેકનોલોજી સાથેની 580 એલઈડી લાઈટ લગાવાઈ છે. તો સ્ટેડીયમમા 100થી વધુ સીસીટીવી અને 200 કરતા વધુ મોંધાદાટ સ્પીકર લગાવવામા આવ્યા છે. ગ્રાઉન્ડ ફલોર પર - રિસેપ્શન, હોલ અને રેસ્ટોરંટઅપર ગ્રાઉન્ડ ફલોર પર - પ્લેયર ફસેલિટીબીજા માળે પોડિયમ લેવલ એરીયાજયા સ્ટેડીયમ કનેકટીવીટી ત્રીજા માળે બેંકવેટ એરિયાચોથા માળે વીવીઆઈપી એરીયા પ્રેસિડેન્ટ શુટ રૂમ અને કોર્પોરેટ બોક્ષપાંચમાં માળે વીઆઈપી એરિયા અને કોર્પોરેટ બોક્ષ મોટેરા સ્ટેડીયમની કુલ હાઈટસ 50 મીટર ઉંચી છે.