

દીપિકા ખુમાણ, અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડની (IND VS ENG) મેચની ચોથા ટેસ્ટની (Pink Ball test) શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. ઇગ્લેન્ડને (IND VS ENG pink Ball Test) પ્રથમ દાવમાં 112રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે પ્રથમ દિવસ ના અંતે ૩ વિકેટ 99 રન કર્યા છે.અમદાવાદીઓ અપેક્ષા પ્રમાણે કોહલી મોટો સ્કોર કરી શક્યો નહોતો અને 27 રને બોલ્ડ થયો. કેપ્ટન કોહલીનો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી વગરની 35મી ઇનિંગ્સ હતી.


પરંતુ બીજા દિવસ ટીમ ઈંડિયા એ કમાલ કરી નાખી જોકે, આ મેચ વચ્ચે સૌથી વધારે રસપ્રદ બાબત એ છે કે શા માટે મેચમાં પિન્ક બોલનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ વિશે જાણીતા ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદીનાં જણાવ્યા પ્રમાણે કૂકાબુરા, એસજી બૉલ ટેસ્ટ બોલ ત્રણ ક્વોલિટી વાળા બૉલથી ઇન્ટરનેશનલ મેચ રમાય છે.


ભારતમાં બીસીસીઆઇ (BCCI) એસ.જી. ટેસ્ટ મેચથી રમે છે. પિન્ક બૉલ (Pink Ball) સ્પેશિયલ ડે નાઈટ ટેસ્ટ માટે મેન્યુફેકચર કરવામાં આવે છે. ડે નાઈટ મેચમાં નાઈટ ટાઈમ પર વિઝીબિલિટી સારી રહે એ માટે પિન્ક બૉલનો ઉપયોગ થાય છે ખાસ વ્હાઈટ અને મરુન બોલને રાતના સમયે જોવામાં તકલીફ પડે છે.


વ્હાઈટ બોલ જલ્દી ડાર્ક થઈ જાય છે એ સાથે 50 ઓવર જ થાય છે. આ મેચમાં 100 ઓવરમાં વ્હાઇટ બૉલથી રમવું આસન નથી જેને કારણે પિન્ક બોલ રમાડવામાં આવે છે.