

સંજય જોશી, અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં કોરોનાથી રક્ષણ મળી રહે અને અમદાવાદીઓ પાણીપુરીનો ચસ્કો પણ લઇ શકે તે રીતે હાઇજેનિક પાણીપુરીનું મશીન મૂકવામાં આવ્યું છે.


આ મશીન થકી લોકો જાતે જ અલગ-અલગ વોટરની નોઝલ દ્વારા પૂરીમાં અલગ અલગ સ્વાદના પાણી ભરી અને પાણીપુરીની મજા માણતા નજરે પડે છે. સંપૂર્ણ હાઇજેનિક કંડિશનમાં પુરીમાં મસાલો ભરી લોકોને આપવામાં આવે છે અને ત્યારબાદ તેઓ જાતે જ નોઝલ વોટર સર્વિંગ machine મારફતે અલગ અલગ કાઉન્ટર પર સોશિયલ distanceમાં ઉભા રહી અને પાણી પુરીમાં મેળવે છે અને ત્યારબાદ તેને આરોગે છે.


અમદાવાદના અભિજીત પ્રિયદર્શી અને તેમની પત્નીએ lockdownના સમયમાં રૂપિયા 4 લાખના ખર્ચે નવું અદ્યતન મશીન તૈયાર કરાવ્યું છે, જેથી સોશિયલ distance પણ જળવાય છે અને હાઇજેનિક પાણીપુરીનો વ્યવસાય પણ થઈ શકે છે. તો આવનાર ગ્રાહકો પણ પાણીપુરીની મજા લઇ રહ્યા છે અને આ અદભુત નવા કન્સેપ્ટને બિરદાવી રહ્યા છે.


અભિજીત આમ તો ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટુર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ સાથે સંકળાયેલા છે. પરંતુ, કોરોનાની મહામારી વચ્ચે આ બંને બિઝનેસ પડી ભાંગ્યા છે. આને તેનું ભવિષ્ય પણ હાલ ધૂંધળું દેખાઇ રહ્યું છે. ત્યારે અભિજિત અને તેમના પત્નીએ પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.


કોરોનાની મહામારી વચ્ચે કેમ આ વ્યવસાય શરું કરવો અને તેને ચલાવવો તે તેમના માટે મોટું ચેલેન્જ હતું, અને પરિણામે જ તેમણે આ મશીન ડિઝાઇન કર્યું અને પછી તેને બનાવડાવ્યું આજે તેઓ સારો એવો વ્યવસાય પાણીપુરીના બિઝનેસમાં કરી રહ્યા છે અને લોકો પણ અહીં અલગ અલગ વોટર સર્વિંગ મશીન દ્વારા પાણીપુરીની મજા લેતા થઈ ગયા છે. અમદાવાદમાં એક માત્ર આ મશીને લોકોમાં કૂતહલ જગાવ્યું છે, અને આ મશીન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.