તસવીરો : ફાઇવ સ્ટાર હોટેલ જેવું ભવ્ય છે મોટેરા સ્ટેડિયમ, ખેલાડીઓ અને VVIP માટે આવી સુવિધા હશે
24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે તે મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર છે અને તેની એક્સક્લુઝિવ તસવીરો સામે આવી


અમદાવાદ : અમદાવાદ : અમદાવાદના સાબરમતી ખાતે આવેલ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ અનેક મેચનુ સાક્ષી રહ્યુ છે. જોકે હવે આ જ સ્ટેડીયમને એક અલગ રૂપ આપવામાં આવ્યુ છે. એટલુ જ નહી પણ મોટેરા સ્ટેડીયમ દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડીયમ માનવામાં આવી રહ્યુ છે. આગામી 24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે તે મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર છે અને તેની એક્સક્લુઝિવ તસવીરો સામે આવી છે ત્યારે નિહાળો કેવું દેખાય છે મોટેરા સ્ટેડિયમ


ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખની વાત માનીએ તો મેલબોર્ન બાદ સૌથી મોટુ કોઈ સ્ટડેટીયમ હોય તો તે મોટેરા ખાતે બની રહેલ સ્ટેડીયમ છે. કેમ કે મેલબોર્ન ખાતે 92 હજારની કેપેસીટી ધરાવતુ ક્રિકેટ સ્ટેડીયમ છે જયારે મોટેરા ખાતે બની રહેલ સ્ટેડીયમ 1.10 લાખ દર્શકોની કેપેસીટી ધરાવે છે.


મોટેરામાં 3 હજાર કાર પાર્કીંગ અને 10 હજાર ટુ વ્હિલરના પાર્કીગ ની પણ વ્યવસ્થા રાખવામા આવી છે. તેમજ મેચ નિહાળી શકે માટે સ્ટેડીયમ માં 2 જેટલી 10 બાય 20 ની એલઈડી સ્ક્રીન પણ લગાવાશે જેથી દર્શકો મેચ જોવાનુ ચુકી ન શકે.


મોટેરામાં 3 હજાર કાર પાર્કીંગ અને 10 હજાર ટુ વ્હિલરના પાર્કીગ ની પણ વ્યવસ્થા રાખવામા આવી છે. તેમજ મેચ નિહાળી શકે માટે સ્ટેડીયમ માં 2 જેટલી 10 બાય 20 ની એલઈડી સ્ક્રીન પણ લગાવાશે જેથી દર્શકો મેચ જોવાનુ ચુકી ન શકે.


સ્ટેડિયમમાં પ્રવેશ કરતા આ પ્રકારની ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમથી ખેલાડીઓ અને વીવીઆઈપી મહેમાન આવનજાવન કરી શકશે.


સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે ખાસ હોટેલ તૈયાર કરવામાં આવી છે જેમાં લક્ઝૂરિયમ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.


ટીમની મીટિંગ માટે સ્પેશિયલ કોન્ફરન્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ સાથે બેસી બેઠક કરી શકશે.


સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે આ પ્રકારનો ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ લોકરરૂમમાં ખેલાડીઓ પોતાનો સામાન રાખી શકશે.


સ્ટેડિયમમાં પ્લેયર્સનો રિકવરી રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં મીનિ સ્વિમિંગપુલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.


મિની સ્વિમિંગપુલ ધરાવતા રિકવરી રૂમમાં ખેલાડી મેચ બાદ અથવા તો ઇનિંગ સમાપ્ત થયા બાદ આરામ કરી શકશે.