પ્રણવ પટેલ, અમદાવાદ : વ્યસન મુક્તિ, બેરોજગારી મુદ્દે આંદોલન કારી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તેમજ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પુત્ર ઉત્સવ ઠાકોરના લગ્ન યોજાયા હતા. લગ્નની વિશેષતા એ રહી હતી., કે પોતાના પુત્રના લગ્ન ખુબ જ સાદગીથી કર્યા હતા. અને સમાજને ખોટા ખર્ચાથી બચાવા માટે એક નવી રાહ ચીધી છે.
ન્યૂઝ18 ગુજરાતી સાથે અલ્પેશ ઠાકોરે વાતચિત કરતા જણાવ્યુ હતું 'કે સાદગીથી લગ્ન કરવાનું કારણ એ છે કે લોકો એક બીજાની દેખાદેખી કરી ખર્ચે લગ્ન કરી કરજમાં ઉતરી જતા હોય છે ત્યારે હું મારા દીકરાના લગ્ન કરવા માટે સક્ષમ છું. પરંતુ સાદગીથી મારા દીકરાના લગ્ન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને એક મેસેજ જાય અને સમાજ પણ આ રાહ પર તરફ વળે.'