

દીપિકા ખુમાણ, અમદાવાદ : કોરોનાવાયરસના કાળ બાદ હવે ધીમે ધીમે ફરી એકવાર શહેરીજનો નું જીવન રાબેતા મુજબ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના સરદાર બ્રિજને લાઈટિંગ થી સજવાયો છે. અંદાજિત એક કરોડના ખર્ચે અમદાવાદના સરદાર બ્રિજને લાઈટિંગ થી સજ્જ કરવામાં આવ્યો છે જેને કારણે રિવરફ્રન્ટની મુલાકાત લેવા આવતા લોકોની સંખ્યા વધી છે.


અમદાવાદમાં આવેલા કાંકરિયા લેક અને વસ્ત્રાપુર લેક બાદ અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનાં વિકાસનું કામ પુર જોશમાં શુરૂ થઈ ગયું છે જેને લઇને અમદાવાદીઓ પણ ખુશ ખુશાલ જોવા મળશે. સાંજના સમય આજે 100થી વધારે પરિવારો પોતાના બાળકો સાથે અહી બેસવા આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સરદાર બ્રિજ ખાતે માય બાઈકના કોન્સેપ્ટ બાદ આ જ બ્રિજ ને 1 કરોડના ખર્ચે લાઈટિંગ થી સજાવવામાં આવ્યો છે. જમાલપુર થી એન આઇ ડી ને.જોડતો આ બ્રિજ 53 મીટર લાંબો છે અને તેને વર્ષ 1939માં બનાવમાં આવ્યો હતો . અમદાવાદમાં માત્ર સરદાર બ્રિજ જ નહિ પરંતુ નહેરુ બ્રિજ અને એલિસબ્રિજ ને પણ લાઈટિંગથી આ પ્રકારે સજાવવામાં આવશે


જેના દરેક થાંભલાને પણ લાઈટિંગથી સજ્જ કરવામાં આવશે માત્ર થોડા દિવસ માટે નહીં પરંતુ કાયમી ધોરણે આ લાઈટિંગથી બ્રિજને સજાવવાનુ કામ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં આવનારા સહેલાણીઓ બ્રિજ નીચે રિવરફ્રન્ટ બેસીને સેલ્ફી પણ લઈ શકશે. આજે પણ અમદાવાદનાા અલગ અલગ વિસ્તારમાંથી અમદાવાદીઓએ બ્રિજ પાસે બેસીને સેલ્ફી લીધી હતી.