

દિપીકા ખુમાણ, અમદાવાદ : ભગવાન જગન્નાથ જી ની 143 મી રથયાત્રા નહિ યોજાય પરંતુ તેના બદલે જગન્નાથ મંદિરમાં ભગવાન ના રથ ને ફેરવવામાં આવશે. રથયાત્રા પહેલા આજે ભગવાન ની સોનાવેશ ની વિધિ કરવામાં આવી હતી. વર્ષમાં એક વાર ભગવાન ને સોના ના મુગટ સોનાના હાર પહેરાવવા માં આવે છે જેનો લહાવો લેવા ભક્તો.મોટી સંખ્યામાં મંદિર આવતા હોય છે પરંતુ કોરોના વાયરસ ની.મહા મારી વચ્ચે મંદિરમાં ભકતો વિના આજે સોનાવેશ ના દર્શન કરાવવામાં આવ્યા હતા. જે બાદ ભગવાનની સોનાવેશ આરતી પણ કરવામાં આવી હતી.


અમદાવાદની રથયાત્રા માટે આ વર્ષે આસામથી ત્રણ ગજરાજ લાવવામાં આવ્યા છે આ અંગે માહિતી આપતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે ત્રણ ગજરાજ માંથી એક નર છે અને બે માદા છે જેમાં એકનું નામ બલરામ જ્યારે બીજી બે માદા ગજરાજનું નામ જાનકી અને સુભદ્રા રાખવામાં આવ્યું છે.


સવારના સમયે ત્રણ ગજરાજ સહિત 16 જેટલા ગજરાજ ની પૂજા કરવામાં આવી જ્યાં તમામ ગજરાજ ને માલ પુઆ અને કેળા પણ ખવડાવવામાં આવ્યા હતા. તો તમામ ગજરાજ મંદિરમાં મસ્તીના મૂડમાં પણ જોવા મળ્યા હતા.