નવીન ઝા, અમદાવાદ : અમદાવાદમાં અનેક જગ્યાએ લોકો ગમે ત્યાં કાર મૂકી જતા રહે છે અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે.પરંતુ અમદાવાદમાં આવેલ મિર્ઝાપુર કોર્ટમાં બિનવારસી કારના કારણે હોમ ગાર્ડ અને અન્ય સ્ટાફ પરેશાન હતા.એક કાર કોર્ટ પરિસર માં પેહલાં ગેટ પાસે પડી હતી અને ત્યાર બાદ એજ ગાડી અંદર આવી ગઈ હતી અને છેલ્લા થોડા દિવસોથી કારનો મલિક કોણ છે તે ખ્યાલ આવી રહેલ નહતો જેના કારણે સ્ટાફ પણ પરેશાન હતો.

છેલ્લે અધિકારીઓ આવ્યા અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસ ત્યાં આવી અને કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહી હતી એજ સમય અચાનક એક યુવક ત્યાં દોડી આવ્યો અને આ કાર મારી છે તેમ કહેવા લાગયો હતો