Home » photogallery » madhya-gujarat » ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

16, 17 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

विज्ञापन

  • 15

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

    અમદાવાદ : ચોમાસાએ (Monsoon) સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. એમાં પણ આજે 16મી ઑક્ટોબરથી આસો નવરાત્રિનો (Navratri 2020) પ્રારંભ થયો છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે (Rain Warning) ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના (Gujarat Rain Forefacste) કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. જોકે, ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો પણ છે. આમ આ વર્ષે ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

    15-17 ઑક્ટોબર દરમિયાનની વરસાદની આગાહી અંતર્ગત 16-17 ઑક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે. તા. 16 અને 17 ઑકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અગાઉ ગાંધીનગર ખાતે મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં પણ આ આગાહી જાહેર કરવામા આવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

    સાર્વત્રિત રીતે તા.15 થી 17 ઑકટોબરમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જોકે, 15મી ઑક્ટોબરની મધ્યરાત્રિએ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ છે.

    MORE
    GALLERIES

  • 45

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

    ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે102.76 ટકા વાવેતર થયુ છે.

    MORE
    GALLERIES

  • 55

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

    સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 87.85 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,35,296 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-173 જળાશય, એલર્ટ ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ૫ર 05 જળાશય છે. ફાઈલ તસવીર

    MORE
    GALLERIES