નવીન ઝા, અમદાવાદ : દેશની સૌથી રેપ્યુટેડ અને ટોપની બી-સ્કૂલ એવી અમદાવાદ IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)માં અભ્યાસ કરતી એક આશાસ્પદ યુવતીએ આજે કેમ્પસમાં જ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભણવા ગણવામાં અવ્વલ ગણાતા વિદ્યાર્થીઓ અને ટોચના મેનેજમેન્ટ પ્રૉફેશનલ્સને તૈયાર કરતી સંસ્થામાં આ પ્રકારની ઘટનાથી શિક્ષણ જગતમાં કુતૂહલ સર્જાયું છે.
પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે લીધો છે જેના પરથી આત્મહત્યાની ગુત્થી ઉકેલવામાં મદદ મળી શકે છે. જોકે, ભણવા ગણવામાં એવી હોનહાર દૃષ્ટીને કઈ એવી બાબતની ચિંતા સતાવતી હતી કે તેના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યુ તે તપાસનો વિષય બન્યો છે.
આ મામલે સેટેલાઈટ પી આઈ જે.બી.અગ્રવાત નું કેહવું છે કે વિધાર્થીની નું મોબાઈલ કબ્જે લેવા માં આવ્યું છે અને જે હાલ લોક છે અને જે fsl ની મદદ લઈ અમે મોબાઈલ ની તપાસ કરીશુ અને મોબાઈલ ની તપાસ માં સામે આવી શકશે કે આપઘાત પાછળ નું કારણ શુ છે..અને જો કોઈ ના કારણે આ ઘટના બની હશે તો દ્રષ્ટિ ને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરીશુ..