ઋત્વીજ સોની અમદાવાદ : અમદાવાદ : 'પતિ - પત્ની અને વો' ના (Extra Marital Affair) અનેક કિસ્સા ઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો બાવળામાં (Bavala) જોવા મળ્યો છે. જ્યાં મહિલાને પતિના પરસ્ત્રી સાથે ના ફોટો જોયા બાદ આ સ્ત્રી વિષે પૂછવું ભારે પડ્યું છે. બાવળામાં રહેતી એક મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2014 માં તેણે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જો કે તેના પતિ સાથે મનમેળ ના આવતા તેણે ગત વર્ષે છૂટાછેડાનો (Divorce) કરાર કર્યો હતો. પરંતુ સબંધો સુધારવા માટે તેઓ સાથે રહેતા હતા. પ્રતીકાત્મક તસવીર
<br />છૂટાછેડાના કરાર બાદ પતિ પત્ની અમદાવાદ રહેવા માટે આવી ગયા હતા. જો કે અઢી માસ બાદ મહિલા નો પતિ તેને મૂકી ને જતો રહ્યો હતો અને ફોન કરીને કહ્યું હતું કે મારે તારી સાથે રહેવું નથી, હું મારી રીતે જિંદગી જીવવા માંગુ છું. આજ પછી તારે મારી સાથે કોઈ પણ પ્રકાર નો વ્યવહાર કરવો નહિ. જો કે બાદ માં મહિલા તેના પતિ ને સજાવવા માટે ફોન કરે તો તેને અપશબ્દો બોલી ને જ્યારે પણ રૂબરૂ મળે ત્યારે ધમકી આપતો હતો.
<br />5 મી માર્ચ એ મહિલા જ્યારે નોકરી એ જતી હતી ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો તને તે મારા ફોટા વાયરલ કેમ કર્યા તેમ કરીને તેને મારવા લાગ્યો હતો. એટલું જ નહીં ધમકી આપી હતી કે જો હવે પછી મારા ફોટો વાયરલ કરીશ તો તારા પણ ન્યૂડ ફોટો મારી પાસે છે જે પણ હું વાયરલ કરી દઈશ. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.