

હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ: શહેરમાં પતિ-પત્નીનો (Husband-wife) વિચિત્ર ઝઘડો પોલીસ સ્ટેશન (Police) પહોંચ્યો છે. વાત એમ છે કે ગોમતીપુરમાં (Ahmedabad Gomtipur|) રહેતી એક મહિલા તેના પિતા સાથે વાત કરતી હતી. તે સમયે તેને પતિએ ઠપકો આપ્યો હતો અને કોની સાથે વાત કરે છે તેમ કહ્યું હતું. બાદમાં ઝઘડો થતાં પતિએ (Husband poured hot water on wife) પત્ની પર ગરમ પાણી રેડી દેતા મહિલાની ચામડી બળી ગઈ હતી. સમગ્ર મામલે મહિલાએ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રતિકાત્મક તસવીર


ગોમતીપુરમાં રહેતી 37 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. તે તેના પિતા સાથે વાત કરતી હતી ત્યારે તેનો પતિ તેને જોઈ ગયો હતો. પતિને તેની પત્ની કોની સાથે વાત કરે છે તે બાબતે શંકા ઉપજી હતી. સામાન્ય એવી આ બાબતના કારણે પતિ-પત્નીના લગ્ન જીવનમાં પલીતો ચંપાઈ ગયો છે. પ્રતિકાત્મક તસવીર


જેથી મહિલાએ તે તેના પિતા સાથે વાત કરે છે તેવું જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં તેના પતિને શંકાઓ હતી એટલે તેને ગાળો બોલવા લાગ્યો હતો.જેથી પતિ ને ગાળો બોલવાની ના પાડતાં તેણે નહાવા માટે બાથરૂમમાં મૂકેલું ગરમ પાણી લઈ આવી પાછળથી શરીર ઉપર નાખ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


ગરમ પાણી શરીરના કેટલાક ભાગો પર પડતાં આ મહિલા ની શરીરની ચામડી બળી ગઈ હતી. જેથી મહિલાએ આ પ્રકાર નો ત્રાસ આપનાર પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પતિ-પત્નીના ઝઘડાઓમાં વર્ષોથી મહિલાઓ પર ત્રાસની ઘટનાઓ સામે આવતી જોવા મળે છે, આવી ઘટનાઓમાં આજે એક નવો ઉમેરો થયો છે. જોકે, સમગ્ર હકિકત તો તપાસના અંતે જ જાણવા મળશે. (પ્રતિકાત્મક તસવીર)