

હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના એક પોલીસસ્ટેશનમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીતાને તેના સાસુ સસરા અને પતિ ત્રાસ આપતા હતા. જેથી તે કંટાળીને તેના સંતાનો સાથે પિયર જતી રહી હતી. પિયર ગયા બાદ તેને માલુમ પડ્યું જે તેના સાસરિયાઓ એ ઘરમાં કામ કરવા માટે કામવાળી બાઈ રાખી લીધી છે. બાદમાં તેને પતિ પર શંકા જતા તેણે તપાસ કરતા કામવાળી બાઈ સાથે જ તેના પતિનું લફરું પકડાયુ હતું. સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.


સૈજપુર બોઘા ખાતે રહેતી 40 વર્ષીય મહિલા છ માસથી તેના પિયરમાં રહે છે. વીસેક વર્ષ પહેલા સમાજ ના રીત રિવાજ મુજબ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ સંતાનમાં બે બાળકીઓ પણ છે. પરંતુ તેના સસરિયાઓ પુત્ર વંછુક હતા. મહિલા ને બે દીકરીઓ હોવાથી સાસરિયાઓ એ આ મહિલાને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.


પણ દીકરીઓ અને પોતે રખડી ન પડે તે માટે આ ત્રાસ સહન કરતી હતી. પરંતુ અનેક વર્ષો બાદ તેનાથી આ ત્રાસ સહન ન થતા તે બે પુત્રીઓ સાથે તેના પિયરમાં જતી રહી હતી. પિયરમાં છએક માસ રોકાઈ અને બાદમાં સાસરિયાઓ એ ન બોલાવતા મહિલા ચિંતામાંઆ મુકાઈ હતી.


જેથી આ મહિલાએ તપાસ કરી તો તેમના ઘરમાં કામવાળી બાઈ આવી ગઈ હતી. આખો દિવસ તેના ઘરે કામ કરતી હતી પણ સાથે સાથે મહિલાને એ માલુમ પડ્યું જે તેનો પતિ તેની ગેરહાજરીમાં આ કામવાળી બાઈ પાછળ જ પાગલ થઈ ગયો છે.


હિલાએ પતિ અને કામવાળી બાઈનું પ્રેમ પ્રકરણનો ભાંડો ફોડતા જ કામવાળી બાઈની પૂછપરછ કરી હતી. જોકે તે કઈ ના બોલતા પતિ સહિતના લોકોએ ધમકી આપી હતી. આખરે કંટાળીને આ મહિલાએ પતિ, સાસુ સસરા અને કામવાળી બાઈ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા પૂર્વ મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)