હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરનાં નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Ahmedabad) 60 વર્ષીય વૃધ્ધે તેમનાં 34 વર્ષીય દિકરા અનીલ પંડ્યાની આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા યુવકને લાગી આવતા તેણે 5 જાન્યુઆરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને (Husband Suicide) આપધાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. જે આક્ષેપ આધારે પોલીસે ફરિયાદ નોંધી મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી છે.
ચાર મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી તેના માસીને વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે.. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે". આ ઘટના બાદ 5મી તારીખે તેણે આપઘાત કરી લીધો હતો.
ગાંધીનગરમાં રહેતા 60 વર્ષીય રાજેન્દ્ર કુમાર પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો એક પુત્ર અનિલ પંડયા ઘણા વર્ષથી તેમનાથી અલગ રહે છે અને પાંચેક વર્ષથી તેને પ્રિયા ઉર્ફે સોફિયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને છેલ્લા એક માસથી તે નરોડામાં આવેલી દેવનંદન સંકલ્પ સીટી ખાતે રહેતો હતો. અનિલ ગાડીઓ સિઝ કરવાનું કામ કરતો હતો.