

સંજય ટાંક, અમદાવાદઃ ભંગાર થઈ ગયેલી સ્ફૂટી જેનું એન્જીન પણ વર્ક કરતું ના હોય તે સ્ફૂટી 70 કિલોમીટરની ઝડપે દોડે ખરી? સવાલ ભલે અઘરો લાગતો હોય પણ અમદાવાદના વિદ્યાર્થીએ (Ahmedabad student) તેને સરળ બનાવ્યો છે. કોઈપણ માટે અશક્ય લાગતું ઇનોવેશન શક્ય કર્યું છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના (Gujarat University of Technology) સ્ટાર્ટ અપના વિદ્યાર્થીએ.


તમારી ભંગાર થયેલી ગીયર લેસ સ્ફૂટીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી 70ની સ્પીડે દોડાવી શકાય. અમદાવાદમાં આવેલી સિલ્વર ઓફ કોલેજના બે વિદ્યાર્થીઓએ બેટરીથી ચાલતું વાહન તૈયાર કર્યું છે. નકામા થયેલા ટુ વહીલરમાંથી બેટરી સંચાલિત વાહન બનાવ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીએ સ્ટાર્ટ અપ અંતર્ગત વિદ્યાર્થીઓને મદદ કરી.


જેમાં સિલ્વર ઓક કોલેજમાં કમ્પ્યુટર એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યશ રામાણી અને મિકેનિકલ એન્જીનીયરીંગના 3જા વર્ષમાં અભ્યાસ કરતા મંથન પટેલે બેટરી સંચાલિત વહીકલ તૈયાર કર્યું છે. આ વિધાર્થીઓ એ કબાડ થયેલા ટુ વહીલરમાંથી એન્જીન કાઢી બેટરી મૂકી 70ની સ્પીડ પર ચાલતું વેહિકલ તૈયાર કર્યું છે. માત્ર 20,000 રૂપિયાના ખર્ચે કેટલાક ફેરફાર કરીને ચારજિંગ કરી શકાય તેવું વહીકલ બનાવ્યું છે.


આ વાહનમાં 48 વોલ્ટની બેટરી લગાવી, જે 4 કલાકમાં ચાર્જ થાય અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 40 કિલોમીટર સુધી ચાલે છે. બેટરીથી સંચાલિત તૈયાર કરાયેલા ચારજિંગ વહિકલ રિવર્સ પણ ચાલી શકે છે. વિદ્યાર્થીઓએ ચારજિંગવાળા વહિકલ માટે RTOમાં પરવાનગી સંદર્ભે પણ પ્રોસેસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ એ હાલ બેટરીથી ચાલતા ચારજિંગવાળા બે વહિકલ બનાવ્યા, આ બેટરી 3 વર્ષ ચાલશે તેવો દાવો કરાયો છે.


હજુ પણ વેહિકલમાં કેટલાક પરીવર્તન કરાશે, ત્યારબાદ 6 વર્ષ સુધી બેટરી ચાલશે તેવો દાવો પણ વિદ્યાર્થીઓ એ કર્યો છે. આ વાહન માં બેટરી કેટલી ચાર્જ છે, કેટલી ચાર્જ થઈ તેની તમામ માહિતી માટે એક પ્લેટ લગાવાઈ છે. એકવાર ચાર્જ થયા બાદ માત્ર 4 થી 5 રૂપિયામાં 40 કિલોમીટર વેહિકલ ચાલતું હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે.