

સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદ,રાજ્યભરમાં # HTAT મારો અધિકાર સાથે સોશિયલ મિડિયા માં આચાર્યોનું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયા થી આ મામલે વિરોધ પ્રદર્શન માટે એકત્રિત થઈ રહેલા શિક્ષકો ને પોલીસ અટકાયત કરી રહી છે એટલે કે આ આંદોલનને ક્યાંક ને ક્યાંક તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેવામાં આચાર્ય શિક્ષકો હવે ગાંધીગીરી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આગામી બુધવારથી રાજ્યની તમામ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીમાં સફાઈ અભિયાન કરી શિક્ષક ઓ અનોખો વિરોધ નોંધાવશે.


4400 ગ્રેડ પેની માંગ સાથે H TAT આચાર્યોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં # HTAT મારો અધિકારની અનોખી તસવીરો વાયરલ થઈ છે. આંદોલનને વેગ આપવા 20 ડિસેમ્બર એ શિક્ષક સંઘ સાથે 100 આચાર્યોની ગાંધીનગર માં બેઠક યોજાશે. H TAT આચાર્યોનો મુદ્દો હવે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપાડશે.


પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા આચાર્યોને મુદ્દાઓને સાંભળશે અને સરકારમાં રજૂઆત બાબતે નિર્ણય કરશે. રજુઆત બાદ મંગળવાર સુધી આચાર્યો સરકારના નિર્ણયની રાહ જોશે. અને બુધવારથી રાજ્યની તમામ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરી આગળ સફાઈ અભિયાન શરૂ કરશે.


રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્ય 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ તેમજ 2012માં HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષક ઓનો પગાર વધારે હોવાનું આચાર્યો માને છે. તેમજ તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માંગ છે. અને ઓવર સેટઅપ નો પરિપત્ર રદ કરવા માંગ છે. તેવી જ રીતે ધોરણ 1થી 8 માં 250 વિદ્યાર્થીઓ એ એક HTAT આચાર્ય ને બદલે 150 વિદ્યાર્થીઓ એ એક HTAT આચાર્ય આપવા પણ માંગ છે.