વિભુ પટેલ, અમદાવાદ : આજે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ (Amit Shah) ઉત્તરાયણની (uttarayan) ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ (Ahmedabad) આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ત્યારે અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઈ આવ્યા.કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ભગવાન જગન્નાથની આરતી કરી.