ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદમાં હાલ વીજળીનાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ દરેક જગ્યાએ પાણી જ પાણી ભરાયું છે. વાસણા બેરેજનાં 4 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. વરસાદનાં આંકડાની વાત કરીએ તો શહેરમાં બે કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદનાં પૂર્વ વિસ્તારણાં 61 મિમી એટલે 2.44 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 39 મિમી, ઉત્તર ગુજરાતમાં 37 મિમી જ્યારે દક્ષિણ ગુજરાતમાં 2.55 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.