વિભુ પટેલ, અમદાવાદ: સૌરાષ્ટ્રમાં (Red alert in Saurashtra) અતિભારે વરસાદ પડ્યો છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લા ગામડામાં અતિભારે વરસાદના (heavy rainfall) કારણે પ્રભાવિત થયા છે. ત્યારે રાજકોટથી ગીર તરફ અને ગ્રામ્ય વિસ્તારોમાં જતી બસ સેવા પ્રભાવિત થઈ છે. રોડ પર અને કોઝવે પર પાણી ભરાયા છે. ત્યારે પ્રભાવિત વિસ્તારની એસટી બસની ટ્રીપ બંધ કરાઈ છે. ગઈકાલે એસટી બસની 623 ટ્રીપ બંધ કરી હતી.આજે એસટી બસની 299 ટ્રીપ બંધ છે.
એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યુઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અતિભારે વરસાદના કારણે જામનગર, જૂનાગઢ, રાજકોટ ડિવિઝન પ્રભાવિત થયું હતું. આજે 299 ટ્રીપ બંધ રાખી છે. જૂનાગઢ જિલ્લાની 114 ટ્રીપ બંધ છે. જામનગર જિલ્લાની 81 ટ્રીપ બંધ છે અને રાજકોટ જિલ્લાની 80 ટ્રીપ બંધ છે. એસટી નિગમના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સતત માહિતી લેવામાં આવી રહી છે.
ડિવિઝન ઓફિસરને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના - ટ્રાફિક ચીફ મેનેજર એન. એસ. પટેલ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પ્રભાવિત વિસ્તારમાં જે રૂટ ચાલુ છે તે વિસ્તારમાં બસને લઈ જતા પહેલા ડ્રાઇવરે કંટ્રોલ રૂમમાંથી માહિતી લઈને જવા માટે સૂચના આપવામાં આવી છે. જે રૂટમાં પાણી હોય તો બસને પાણીમાંથી કાઢવી નહિ. તેમજ વરસાદની આગાહી આગામી દિવસોમાં પણ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી રોકાણ કરતી બસના ડ્રાઇવર અને કંડકટર પ્રવાસીઓને ઉતારીને નજીકના બસ સ્ટેશન અથવા ડેપો પર રાત્રી રોકાણ કરવા સૂચના આપવામાં આવી છે.
જામનગર ડિવિઝન ઓફિસમાં પાણી - ગઈકાલે જામનગરની એસટી નિગમની ડિવિઝન ઓફિસમાં પાણી ઘુસી ગયા હતા. 7 ફૂટ વરસાદી પાણી ભરાય જતા ડિવિઝન ઓફિસના કિંમતી દસ્તાવેજ પલળી ગયા હતા.અને દસ્તાવેજો બસાવવા રોકાયેલ કર્મચારીઓ ફસાયા હતા. ઓફિસ પહેલા માળે જઈને બેસી રહેવું પડ્યું હતું.જોકે પાણી ઉતારતા સ્થાનિક પ્રશાસન દ્વારા ઓફિસમાંથી કર્મચારીઓ બહાર કાઢવામાં આવ્યા હતા.77