

વિભૂ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે.ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધતો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ એટલે કે 19 મેથી ગરમીના પ્રમાણમાં વધારો થશે.


19 થી 21 મેં ના હિટવેવની આગાહી કરી છે.સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમ પવન ફૂંકાશે.સુરેન્દ્રનગર, કચ્છ,બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે.જોકે કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે.અને વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. (પ્રતિકાત્મક તસવીર)


ગુજરાતમાં ચાલુ વર્ષે ઉનાળામાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું છે.જોકે વધુ એક વખત હિટવેવની આગાહી કરવામાં આવી છે.હિટવેવના કારણે કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તાપમાનમાં પણ વધારો થશે. તો અમદાવાદ શહેરમાં પણ અગન વર્ષો થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.


ઘરમાં પણ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે.લઘુતમ અને મહત્તમ તાપમાન બને ઉંચું નોંધાતા હોવાના કારણે રાતે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે બે દિવસ 42 થી 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે.અને 19 મેથી તાપમાનમાં વધારો થશે.લોકો એક બાજુ કોરોના કહેર થી પરેશાન છે અને બીજી બાજુ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. (પ્રતિકાત્મક તસવીર)