

સંજય જોષી, અમદાવાદ : વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) રાજદ્રોહ કેસની (Sedition case) સુનાવણીમાં પાટીદાર (patidar) નેતા અને કોંગ્રેસના (Congress) આગેવાન હાર્દિક પટેલ (Hardik Patel)ને હાઇકોર્ટે (High Court) રાહત આપી છે. સરકારી વકીલે કોર્ટમાં મૌખિક બાંહેધરી આપતા આગામી સોમવાર સુધી તેની સામે બિન જામીન (Non Bailable) પાત્ર વોરંટ (Warrant) હોવા છતાં પોલીસ ( Police) તેની ધરપકડ (Arrest) કરી શકશે નહીં.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીએ કોર્ટે તેની સામે હાજર ન રહેતા બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યુ હતુ.જો કે તે વોરંટ બજ્યું ન હતુ. પરીણામે સરકાર તરફથી તેની વિરુદ્ધ વોરંટ રીઈસ્યુ કરવાની એક અરજી આપવામા આવી હતી અને જે હાર્દીક વતી જામીનદારો હોય તેમની સામે પણ નોટીસ ઈશ્યૂ કરવાની એક અરજી આપી હતી. કારણ કે હાર્દિકે જે સરનામુ ચાર્જશીટ અને જામીન અરજીમાં જણાવ્યુ હતુ તે જગ્યાએ તે રહેતો નથી તેવો રીપોર્ટ સામે આવ્યો હતો.


ત્યારબાદ હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો હતો કારણ કે ફરી ગેરહાજર રહેતા કોર્ટે જામીનદારોને નોટિસ ઈશ્યુ કરી હતી. હાર્દિક પટેલ ગેરહાજર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ અગાઉ નીકળેલ વોરંટ આજે પણ યથાવત રાખ્યું છે. તો સાથે જ વધુમાં અલ્પેશ કથીરીયા દ્વારા ડીસ્ચાર્જ અરજી આપવામા આવી હતી. વારંવાર કેસની સુનાવણીમાં ગેરહાજર રહેતા હાર્દીક સામે શેસન્સ કોર્ટે ગત સુનાવણીએ લાલ આખ કરતા બીજી વાર બીનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યુ હતુ.


પાટીદાર આંદોલન 2015ના રાજદ્રોહ કેસને મામલે હાર્દીક વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે બીનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. અગાઉ બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ થયુ હતુ જેમાં હાર્દીકે દરેક સુનાવણીમાં કોર્ટમાં હાજર રહીશ તેવી બાંહેધરી કોર્ટેને આપી હતી. ત્યારબાદ પણ તે હાજર ન રહેતા કોર્ટે ફરીવાર બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ હતું. શેસન્સ કોર્ટે ફરીવાર બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરતા હાર્દીકની મુશ્કેલીમાં વધારો થયો હતો.


ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં.


નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.