ગુજરાતમાં (Gujarat weather news) હાલ ગરમીથી (Summer in Gujarat) લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરમાં સતત બીજા દિવસે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રવિવારે ખેડામાં (kheda heat wave) 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સાથે કંડલા એરપોર્ટમાં 43, અમદાવાદમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં બેથી ત્રણ દિવસ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ તપામાનમાં સ્થિર રહેવાની શક્યતા છે. કચ્છમાં કાળઝાળ ગરમીની શક્યતાને પગલે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. રવિવારે રાજકોટ, અમરેલી, જુનાગઢમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ખેડામાં 45 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઇ હતી. જોકે, રાજ્યમાંથી અન્યત્ર વડોદરા, ભૂજ, ભાવનગર, ડીસા, ગાંધીનગરમાં છેલ્લા બે દિવસની સરખામણીએ તાપમાનમાં ઘટાડો અનુભવાયો હતો.
આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. 27 એપ્રિલ 1958ના 46.2 ડિગ્રી સાથે અમદાવાદમાં ઓલટાઇમ હાઈએસ્ટ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. ઉનાળાએ આ વખતે જે પ્રકારનો પ્રારંભ કર્યો છે એ જોતાં 64 વર્ષ જૂનો આ રેકોર્ડ પણ તૂટવાની ભીતી સર્જાઇ છે.