અમદાવાદ : ગુજરાતમાં (Gujarat Weather news) આ ઉનાળામાં (heatwave in Gujrat) માર્ચ મહિનામાં જ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આકાશમાંથી અગનવર્ષા વરસવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગે આજે ધૂળેટીના (heatwave on Dhuleti holi) દિવસે, 18 માર્ચે હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્ર,કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થવાની આગાહી કરી છે.
શનિવારે એટલે આવતી કાલે, કચ્છ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, અમરેલી, પોરબંદર, જૂનાહઢ, ગીર સોમાનાથ, સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીની સંભાવના છે. આ દરમિયાન ગુરૂવારે કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ગુજરાત, રાજસ્થાન અને દેશના અન્ય ભાગોમાં પાકિસ્તાન ઉપર જોવા મળેલા સાયક્લોનિક સરકુલેશનના કારણે છેલ્લા પાંચ દિવસથી વિક્રમી ગરમી જોવા મળી રહી છે.
એક ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર હવે પાકિસ્તાનનું સ્સાયકલોન ત્યાંથી હટી રહ્યું છે અને ભારતમાં આવી જ પેટર્ન મધ્ય પ્રદેશમાં બની રહી છે. આ નવી પેટર્ન બનતા ગુજરાત ઉપર ઉત્તર ભારત અને ઇશાન ભારત તરફથી પ્રમાણમાં ઠંડા પવન ફૂંકાશે. શુક્રવારથી જ તાપમાન થોડું ઘટવાનું શરૂ થશે અને આગામી ત્રણ દિવસમાં તે 39-39 ડિગ્રી થઈ જશે. જેથી રાહતનો અનુભવ થશે.
આ સાથે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર છે. બોર્ડના 15 લાખથી વધુ પરીક્ષાર્થીઓ માટે રાહત આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા છે ત્યારે ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહી શકે છે. આમ, હાલની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત રહેશે પરંતુ ગરમી તો અનુભવાશે જ.
તાપ સાથે વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અસાની' દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે, આજે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, પૂર્વીય તટીય વિસ્તારોમાં વરસાદ પડશે નહીં. પોતાના પ્રથમ પ્રિ જિનેસિસ ટ્રેક એન્ડ ઇન્ટેન્સિટી ફોરકાસ્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું છે કે, મંગળવારે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર 19 માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. ત્યારબાદ ઉત્તરની આગળ વધશે અને 20 માર્ચ સુધીમાં અંડમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે.