વિભુ પટેલ, અમદાવાદ: ઉનાળાની (Gujarat Summer 2022) શરૂઆત થઈ ગઈ છે. જોકે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહિનાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ જશે. કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં ભારત હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.