અમદાવાદ: દેશભરમાં (Summer 2022) છેલ્લા થોડા દિવસોથી પ્રી મોનસૂન ગતિવિધિઓ જોવા મળી. વરસાદ અને ધૂળ ભરેલી હવાને કારણે તાપમાનમાં ઘટાડો (Gujarat weather) થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ હિટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફુકાય રહ્યા છે.ગરમ અને સૂકા પવનને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન (Gujarat Temperature) માં વધારો થશે. અગામી 5 દિવસ હિટવેવ રહેશે. 2 થી 3 ડીગ્રી મહત્તમ તાપમાન ઊંચું જશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની અસર થશે. દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવ રહેશે. સુરત, વલસાડ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે.
શનિવારે દિવસ દરમિયાન રાજકોટ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 25થી 28 એપ્રિલ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધીને 44ને પાર જઇ શકે છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં જ ગરમીનો પારો 44ને પાર થયો હોય તેવું એપ્રિલમાં છેલ્લા 10 વર્ષમાં બન્યું નથી.
હવામાન ખાતાએ ગુજરાતની સાથે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વિસ્તારોમાં ફરી એકવાર ગરમીનું મોજુ પ્રવર્તશે. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની આશા નથી. અહીં 26 એપ્રિલ સુધી ગરમી રહેશે. મધ્યપ્રદેશ અને દક્ષિણ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ ફરીથી ગરમીના મોજાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે