Gujarat Weather forecast: બંગાળના ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા 'ગુલાબ' (Cyclone Gulab Effect in Bay of Bengal)ના કારણે રાજ્યમાં હજુ વરસાદ પડશે (Gujarat Rains) આ સ્થિતિમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો વરસાદ ભુક્કા બોલાવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat Saurashtra Rains) Rains) આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે (Gujarat Weather forecast Rain alert from 27th September to 2nd October)
28 અને 29 સપ્ટેમ્બરે રાજ્યમાં ડાંગ (Dang), નવસારી (Navsari), વલસાડ (Valsad), દમણ, દાદરા અને નગર હવેલી (Daman Dadra Nagar Haveli), અમરેલી (Amreli), ભાવનગરમાં (Bhavnagar) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આણંદ (Anand), પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod), વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (chhotaudepur), નર્મદા (Narmada), ભરુચ (Bharuch), સુરત (Surat), તાપી (Tapi), રાજકોટ (Rajkot), ગીર સોમનાથ (Gir Somnath), બોટાદ (Botad) અને દીવમાં (Diu) ભારે વરસાદ તેમજ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 30 સપ્ટેમ્બરે સુરત (Surat), નવસારી (Navsari), વલસાડ (Valsad), દમણ (Daman), દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli), પોરબંદર (Porbandar), જુનાગઢ (Junagadh), ગીર સોમનાથ (gir Somnath) અને દીવમાં (diu) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, આણંદ (Anand), વડોદરા (Vadodara), ભરુચ (Bharuch), સુરેન્દ્રનગર (Surendra agar), રાજકોટ (Rajkot), ભાવનગર (Bhavnagar) અને દ્વારકામાં (Dwarka) ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયામાં સર્જાયેલા ડિપ્રેશને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ગુલાબ નામનું વાવાઝોડું આગામી દિવસોમાં ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના કાંઠે ટકરાય તેવી શક્યતા છે. ઓડિશાના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે 26થી 29મી દરમિયાન ગુલાબ નામના વાવાઝોડાંની આગાહી કરી છે. ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ વાવાઝોડું ત્રાટકશે. ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાના પગલે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.
ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થયો હતો. જ્યારે સપ્ટેમ્બરની શરુઆતથી જ મેઘરાજાએ રાજ્યમાં પાણી પાણી કર્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.