Gujarat Weather forecast: ઉનાળો હવે સોળે કળાએ ખીલી જવાની અણીએ છે. સૂરજ દાદાના કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે. ખાસ કરીને હોળી સમયે ઠંડીને એક લહેર આવતી જોવા મળે છે પરંતુ આ વખતે હોળી પહેલાં જ ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashtra Kutch) હીટ વેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે. આજે 13મી માર્ચ અને કાલે 14મી માર્ચ સુધી આ હીટવેવ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છમા આગામી બે દિવસ 13-14 માર્ચના રોજ હીટ વેવ જોવા મળશે. આ હીટ વેવના કારણે તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઉંચો જશે અને સૂકા ગરમ પવનો ફૂંકાશે. હીટ વેવની અસર ગીર સોમનાથ (gir somnath) પોરબંદર (Porbandar)માં જોવા મળશે તો સૌરાષ્ટ્રના કાંઠે આવેલા સંઘ પ્રદેશ દીવમાં પણ હીટ વેવની અસર જોવા મળશે.
<br />રાજ્યના ડીસામાં આગામી સમયમાં 13 તારીખે આજે 38 ડિગ્રી, 14 તારીખ 39 ડિગ્રી, 15 તારીખથી 17 તારીખ સુધી 40 ડિગ્રી,, તો 18-19 માર્ચના રોજ 39-38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છના ભૂજમાં પણ હીટવેવની અસર જોવા મળશે અને આજે અને કાલે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારબાદ 19મી માર્ચ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. પ્રતીકાત્મક તસવીર
<br />અમદાવાદામાં આજે તાપમાનનો પારો 38એ પહોંચ્યો છે જ્યારે કાલે 14મીએ 39એ પહોંચશે. ત્યારબાદ સતત 40 ડિગ્રી તાપમાન રહેશે જેમાં 19મી માર્ચ બાદ થોડો ઘટાડો થઈને 39 ડિગ્રી થશે. જ્યારે સુરતમાં 13-14ના રોજ 39 ડિગ્રી અને 15-17 40 ડિગ્રી પારો જવાની શક્યતા છે. બરોડામાં આગામી 19મી તારીખ સુધી 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે