Gujarat Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં 26મી જાન્યુઆરીથી સુધી બે દિવસ કોલ્ડ વેવની ચેતવણી (Coldwave Warning) આપી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ (Saurashtra Kutch) ઉત્તર ગુજરાત (North Gujarat)ના કેટલાક જિલ્લાઓમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગામી મુજબ આ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી બહાર પાડવામાં આવી છે. આ દિવસો દરમિયાન અહીંયા જણાવવામાં આવેલા જિલ્લાઓમાં ઠંડાગાર પવનો ફૂંકાવાની શક્યતા છે.