

કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં (Gujarat) ઉત્તરાયણની (Uttarayan) ઉજવણી થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો (Coronavirus) સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે ક્યાંક ડાન્સ કરીને તો ક્યાંક ચિક્કીઓનો સ્વાદ માણત માણતા ઉત્તરાયણની મઝા માણી રહ્યાં છે. તો આજે રાજકોટમાં અનોખી રીતે પીપીઇ કિટ પહેરીને પતંગ ચગાવ્યા હતો.


કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં કેટલાક યુવક યુવતીઓએ પીપીઇ કિટ અને માસ્ક પહેરીને પતંગ ચગાવ્યા હતા.


બીજી બાજુ પોલીસે ધાબા પર પણ ભીડ ભેગી ના થાય અને લોકો માસ્ક પહેરીને જ પતંગ ચગાવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં આજે મોટાભાગના લોકો ધાબા પર જ હશે, ત્યારે પોલીસ પણ પબ્લિક પર ધાબા પર ચઢીને જ નજર રાખવાની છે. તેના માટે ધાબા પર બંદોબસ્તના પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન વડે પોલીસ પબ્લિક પર વોચ રાખશે.


ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી ગળા કપાવની ઘટના પણ સામે આવી છે. આજે 108 ઇમરજન્સીને સવારથી દોરી વાગવા અને નીચે પડવાના અનેક કોલ મળ્યા છે. અમદાવાદના વિસત સર્કલ પાસે 7 વર્ષનો બાળક પતંગ પકડવા જતા કારની અડફેટે આવ્યો હતો. તેને હોસ્પિટલ ખસેડાયો હતો.