આજે રાજ્યની 6 મહાનગર પાલિકાનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસને 55 બેઠકો મળી છે. જ્યારે અન્યને 38 બેઠકો મળી છે. જેમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 174 બેઠક પર જીત મેળવી હતી. અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પોતાની એન્ટ્રી નોંધાવી છે.